હું એક પરિણીત મહિલા છું અને હું બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ મનાવું છુ,તો તે યોગ્ય છે,મને જવાબ આપશો

હું ૧૭ વરસનો છું, અમારા વિસ્તારમાં રહેતી એક યુવતીને હું પ્રેમ કરું છું. મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે મારામાં રસ લીધો નથી. તે મને પ્રેમ કરતી હોવાનું મને ઘણા મિત્રોએ કહ્યું હતું. તેમણે જણાવ્યા પ્રમાણે તે તેની લાગણી વ્યક્ત કરતા ગભરાય છે. તેને તેના માતા-પિતા તેમ જ અમારા વિસ્તારના લોકોનો ડર લાગે છે. શું કરવું એ મને સમજ પડતી નથી.

– એક યુવક વાનખેડે

Advertisement

તમે તેને બે વાર પ્રપોઝ કર્યું હોય અને તેણે તેમા રસ દેખાડયો નહોય તો તે તમને પ્રેમ કરતી નહોવાનું સમજીને તમારે અત્યાર સુધી તમારા જીવનમાં આગળ વધી જવું જોઈતું હતું. મિત્રો કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને ગભરાય છે એ તમે કેવી રીતે માની લીધું. તેની આશા છોડી દો અને સારું ભણીગણીને સારી કારકિર્દી બનાવ્યા પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો. ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમ અને રોમાન્સ કરતા વાસ્તવિક જીવનનને પ્રેમ ઘણો અલગ છે.

હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી, પરંતુ, હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.

Advertisement

– એક યુવતી કરજણ

તમારો મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે. તમારી સાથે શારીરિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે? તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે.

Advertisement

તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સંબંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે.
તમારે હવે તેની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે. એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.

હું ૨૧ વરસની છું, મારો એક પુરુષ મિત્ર છે. તે મારા કરતા દોઢ વરસ નાનો છે. અમારી વચ્ચે પ્લેટોનિક સંબંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ. છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સેક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. તે દિવસ પછી હું તેને મળી નથી. પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું. તેના વગર રહી શકતી નથી. મારે શું કરવું એની સલાહ આપશો. શું ેને માફ કરવો?

Advertisement

– એક યુવતી બરોડા

તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે. માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે. તમે એને મળશો તો શારીરિક સંબંધની વાત આવવાની જ છે.

Advertisement

અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે. આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે. એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો. તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં. તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.

હું ૨૫ વર્ષની દેખાવડી યુવતી છું. મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે. પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે. તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.

Advertisement

– એક યુવતી ચેન્નઈ

લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે. માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય. બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે. આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે. આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે. આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.

Advertisement
Exit mobile version