શું તમે જાણો છો માત્ર તુલસીના પાનથી કેન્સર જેવા મોટા રોગ સામે રક્ષણ.
આજના જમાનામાં લોકો આયુર્વેદને મન ન આપતા કેમિકલથી બનેલ દવાઓ પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે અને નાની બીમારી માટે પણ હોસ્પિટલના મોટા ખર્ચ કરે છેપણ તેવો જાણતા નથી કે અમુક કુદરતે આપેલી જડીબુટીયો તે બીમારી સામે રક્ષણ આપશે.
આજના ભાગદોડ વાળા જમાનામાં લોકોને પોતાની સેહતનો સંભાળ રાખવાનો ઓછો ટાઈમ મળે છે અને લોકોને બહારના ફાસ્ટફૂડ ખાવા વધુ ગમે છે પણ તેવો જાણતા નથી કે કેટલું નુક્શાનકારક છે જે તેમના શરીરને અંદરથી ખોખલું બનાવી દેછે અને મોટા રોગો થવાની સંભાવના વધારી દે છે.આયુર્વેદિક રીતે જો અમુક ચિઝ વસ્તુઓ આપે આપણા રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ કરીશું.
તો આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને નાની નાની તથા મોટી બીમારીઓને સામે લાડવા શક્તિ અને તાકાત પુરી પડશે એ પણ કોઈ સાઈડઇફેક્ટ કે નુકશાન પોંહચાડયા વગર.તો ચાલો જાણીયે એક એવા જ કુદરતના આયુર્વેદિક ખજાના વિષે જે આપણને રક્ષણ આપશે. જી હા આપણે આજે વાત કરીશું રામને પ્યારી તુલસીની તુલસીના છોડની.
હિન્દૂશાસ્ત્ર મુજબ તુલસી એક પવિત્ર છે અને તેનો છોડ ઘર આંગણે રાખવાતી ઘણા લાભ અને સુખશાંતિ બની રહે છે સાથે સાથે તુલસીના પાનનું સેવન કરવાથી આપણે તણાવ મુક્ત થઇ શકીયે છીએ.તાજા તુલસીના પાન ચાવીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.તુલસીના પાનનો રસ પેટને લગતી ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.તુલસીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણો રહેલા છે.
જે મોં અને સ્તનના કેન્સર સામે લડવામાં મદદ કરે છે અને તેને થતું અટકાવે છે.તુલસીનો ઉકાળો પણ સેહત માટે લાભદાયી છે.તુલસીનું સેવન કેન્સરના કોષોને મારે છે અને તેને બનતા પણ અટકાવે છે. સખત માથાનો દુખાવો થતો હોય ત્યારે તુલસીના લીલા પાનને મસળીને તેને માથા પર લગાવી માલીસ કરવાથી મોટો લાભ મળે છે.