જે માણસ જુદા જુદા દેવી-દેવતાઓની પૂજા કરે છે,જાણો શ્રી કૃષ્ણ શુ કહે છે….

ભગવાન કૃષ્ણ કહે છે , હું બધા ભૂતોના હૃદયમાં સ્થિત બધાની આત્મા છું. તથા સંપૂર્ણ ભૂતોના આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું વેદો માં સામવેદ છું,દેવોમાં ઇન્દ્ર,ઇન્દ્રિયોમાં મન અને ભૂત પ્રાણીઓની ચેતના એટલે કે જીવનશક્તિ છું.હું એકાદશ રુદ્રમાં શંકર છું.હું રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું.હું આઠ વસુઓમાં અગ્નિ અને શીખરવાળા પર્વતોમાં સુમેર પર્વત છું.

પવિત્ર કરવાવાળામાં હું વાયુ છું અને શસ્ત્રધારણમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં ગંગા છું.સૃષ્ટિનું આદિ ,અંત અને મધ્ય હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા અને પરસ્પર વિવાદ કરવાવાળાના તત્વ નિર્ણય માટે કરવામાં આવતું વાદ છું.

ભગવાન કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડના કણ-કણમાં મારો જ નિવાસ છે.જ્ઞાની લોકો મારો નિવાસ દરેક પશુ અને પ્રાણીઓમાં જોવે છે.હું બ્રાહ્મણમાં પણ સ્થિત છું અને ચાંડાલમાં પણ હું જ છું.આ સમગ્ર સંસારની કોઈ વસ્તુ તુચ્છ નથી. પરંતુ મનુષ્ય એ જ માયાના મોહ માં ફસાઈને તુચ્છ અને ઉત્તમ વસ્તુઓનું વર્ણન કર્યું છે.એટલે મનુષ્ય જે પણ દેવની પૂજા કરે એ મારી જ પૂજા કરે છે. કર્મ પણ હું જ છું અને ફળ પણ હું જ છું.

માનવ તું તારી લાલચ,ક્રોધ,ઈર્ષ્યા,ઘીળા-આ બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને કેવળ મારુ જ ચિંતન કર,કેમ કે આ બધા જ સુખ-દુઃખ નું કારણ હું જ છું. કેવળ મારી પ્રાપ્તિથી જ આ બધી પીડાથી મુક્તિ મળશે.

તો દોસ્તો,આ પ્રકારે તમે કોઈ પણ દેવી-દેવતાની પૂજા કરો છો તો એ શ્રી કૃષ્ણની જ કરો છો.અને એ જ રીતે તમારા દરેક શુભ કર્મોનું ફળ પણ શ્રી કૃષ્ણ જ આપે છે.

તો કમેન્ટ માં એક વાર જરૂર થી લખો,”જય શ્રી કૃષ્ણ”

Exit mobile version