અમેરિકામાં હિંદુ દેવતાના નામ પર રાખવામાં આવી છે સ્ટ્રીટ, આ શહેરમાં હશે ‘ગણેશ મંદિર સ્ટ્રીટ’.

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક શેરીનું નામ ભગવાન ગણેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીંના એક પ્રસિદ્ધ અને અગ્રણી મંદિરની બહારના રસ્તાને ‘ગણેશ મંદિર સ્ટ્રીટ’ નામ આપવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1977માં કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા શ્રી મહા વલ્લભ ગણપતિ દેવસ્થાનમ, જે ગણેશ મંદિર તરીકે જાણીતું છે, તે ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું હિન્દુ મંદિર માનવામાં આવે છે.

અગાઉ આ શેરીનું નામ જોન બોન હતું. 

વાસ્તવમાં, આ હિન્દુ મંદિર ફ્લશિંગ, ક્વીન્સ કાઉન્ટીમાં આવેલું છે. અગાઉ મંદિરની બહારની આ ગલીનું નામ જોન બોવેનના નામ પરથી બોવેન સ્ટ્રીટ રાખવામાં આવ્યું હતું. પરંતુ શનિવારે એક કાર્યક્રમમાં, પ્રતિષ્ઠિત ગણેશ મંદિરના માનમાં શેરીનું નામ ‘ગણેશ મંદિર સ્ટ્રીટ’ રાખવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં, ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલ, ક્વીન્સ બરોના પ્રમુખ ડોનોવન રિચર્ડ્સ, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને દિલીપ ચૌહાણ સમારોહમાં હાજરી આપી હતી.

અહીં સુધી પહોંચવા માટે ભારતીયોએ લાંબી મજલ કાપી છે 

જયસ્વાલે શનિવારે બધાને કહ્યું કે ક્વિન્સમાં એક કાર્યક્રમમાં, ગણેશ મંદિરની બહાર બોવેન સ્ટ્રીટનું નામ બદલીને ગણેશ મંદિર સ્ટ્રીટ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ગલીનું નામ ગણેશ દેવતાના નામ પર રાખવું એ માત્ર ઉજવણી નથી, તે દર્શાવે છે કે આ સુધી પહોંચવા માટે કેટલા વર્ષોની મહેનત અને સંઘર્ષ કરવામાં આવ્યો છે. તે ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે તમે માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારી આસપાસના લોકોના જીવનમાં પણ ખુશીઓ લાવી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, ધ ન્યૂ યોર્ક સિટી કાઉન્સિલની બેઠકમાં બોન સ્ટ્રીટનું નામ “ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ” તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. મંદિરે સોશિયલ મીડિયા પોસ્ટમાં બધાનો આભાર પણ માન્યો હતો.

Exit mobile version